એક વાર ફરી કુદરતના ખોળે લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન) "ગ્લોબલ વોર્મિંગ , ઘર ચકલી - સ્પેરો માટે ભયજનક સ્થિતિ" પક્ષીઓ ધરતી પર વસતા ખૂબ જ મહત્વના જીવો છે, જે આહાર શૃંખલાનું સંતુલન જાળવી રાખે છે. જીવજંતુ પક્ષીઓનો મુખ્ય આહાર છે. પાકની મોસમમાં જીવજંતુઓનો ઉપદ્રવ અનુકૂળ વાતાવરણના કારણે વધી જાય છે, પરંતુ તે જીવજંતુ પક્ષીઓ અને તેમના બચ્ચાઓનો ખોરાક છે. આ જ મોસમમાં પક્ષીઓ ઈંડા મૂકે છે અને તેમને સેવવાનું કાર્ય કરે છે. તેઓ તેમના બચ્ચાઓને પોષવા જીવજંતુ અને તેમના લાર્વા પર નિર્ભર રહે છે. આમ, પક્ષીઓ જીવજંતુની વસ્તીને કાબુમાં રાખે છે અને પાકને નુકસાન થતું અટકાવે છે. પરાગનયનમાં નિમિત્ત