સાટા - પેટા - 8

  • 2.1k
  • 1.1k

સવારે રાધા ને મંગુ બેય સખીઓ પાણીનાં બેડા ભરીને ઘર તરફ આવી રહી હતી. ઘણા દિવસે આજે બંનેને સથવારો થયો હતો. ભરેલ બેડે મંગુએ આગળ- પાછળ નજર દોડાવી લીધી. ને હળવેક રહીને બોલી 'રાધા !'. ' હા....આ...!' 'મનેખ શું વાતો કરે છે, ખબર છે ?'માણસની ખાસિયત છે કે સામેનાને ,પોતાને કોઈ વાત કહી હોય તો, તે બીજા માણસોના નામે ચડાવીને કહે છે . 'શું વાતો કરે છે ?' રાધા એ જ ટાઢા કાળજે ક્હ્યું . 'તારી ને એની , કાંક'લપ-છપની વાત --'ને વાક્ય કાપીને મંગુ રાધાના મોં સામે જોઈ રહી. ' એની એટલે ?'રાધા એ મંગુ તરફ ધારદાર નજર કરી.