સ્મશાન ભૂમિ પર ઉદાસ ચિત્ત અગને પગ મુક્યો. તેને જોઈ અનેક જીભો શબ્દોનું ઝેર ઓકવા માંડી. " આવ્યો લેખક નો બચ્ચો! મોટો સુધારા કરવા નીકળ્યો હતો.... ખૂબ હોશિયારી....! પ્રસંગ ની કરુણતાની અવગણના કરી તિમિર ના પડોશી એ ગાળ ઉચ્ચારી. " લેખકના બચ્ચા પોતાની જાતને શું સમજતા હશે? " " અક્કલ નો ઓથમીર નહીં તો બીજું શું? ભાગેડું ખૂની સાથે શિખાને પરણાવી દઈ તેની બિચારીની જિંદગી ઝૂટવી લીધી. અગન શૂન્ય ચિત્ત તેમની વાત સાંભળી રહ્યો હતો. અણઘડ અભણ સમાજ ચપટી વગાડતા ઠેકાણે નહીં આવી જાય. તે બધું જાણતો સમજતો હતો. પણ આત્મ હત્યા ને ખૂન માં ખપાવી પોતાની જાત ને શાણા