નિતુ - પ્રકરણ 3

  • 3.4k
  • 2.4k

નિતુ 3. નિતુની મૂંઝવણ નિતુએ બહુ ભારે દિવસ પસાર કર્યો. રાત્રે ઘરે જતા સમયે અનુરાધાની નજર તેના પર જ હતી. તે દરવાજે ઉભેલી અને પાછળથી ભાર્ગવે આવીને પૂછ્યું, "અરે અનુરાધા! કેમ અહીં ઉભી છે?" તે બોલી, "ભાર્ગવભાઈ, તમને નિતુ માટે કેવું લાગે છે?" "એમાં લાગવાનું શું હોય? આ વાત તો આખી ઓફિસ જાણે છે કે નિતુ મજબૂરીને કારણે નોકરી કરે છે અને આપણા મેડમ તેનો ફાયદો ઉઠાવે છે." "સાચે હો ભાર્ગવભાઈ! મને તો તેના પર ખુબ દયા આવે છે. કેટલું કામ કરે છે! અને એ પણ એકલા હાથે. છતાં મેડમ તેની પાસે એક્સટ્રા કામ કરાવે છે." "હા એ તો છે