હું અને અમે - પ્રકરણ 35

  • 2k
  • 1k

ઘરમાં લગ્નનો પ્રસંગ આવી રહ્યો છે અને તૈય્યારી પૂર જોશમાં ચાલી રહી છે. સૌને અલગ અલગ કામ સોંપી દેવાયું અને સૌ પોત-પોતાના કામમાં માંડી વળ્યાં. સવાર સવારમાં અહમ કાર્ડવાળાને લઈને આવ્યો. બંને ચા પિતા પિતા એક પછી એક કાર્ડ જોઈ રહ્યા હતા. એમાંથી એક ગુલાબી રંગનું કાર્ડ ઊંચકી અહમ કહેવા લાગ્યો, "સર, આ જુઓતો. સરસ લાગે છેને!""ના. રહેવા દે. કોઈ એક સારું કાર્ડ પસંદ કર. એવું કે જેને બહારથી જોતા જ લોકોને ખબર પડે કે અવનીના લગ્નનું કાર્ડ છે." તેઓએ ઘણા કાર્ડ જોયા, છતાં એમાંથી એક પણ પસંદ ના થયું. કાર્ડવાળો તેને કહેવા લાગ્યો, "સર! આ અમારા સ્પેશ્યલ કાર્ડ છે.