સાટા - પેટા - 7

  • 2k
  • 966

સૂરજ ઊગીને આભમાં રાશવા એક ચડ્યો હતો. રંગપુર અને નેસડા ગામના સીમાડા વચ્ચે આવેલા ખેતરમાં, ઊંચા,ધટાદાર અને ધેધૂર વડની ટોચ ઉપર ચડીને એક યુવાન, લાંબી.... લાંબી નજરે કાંઈક જોઈ રહ્યો હતો.'કેમ હજુ સુધી આવી નહીં હોય?' કે પછી બીજા ખેતરે તો જવાનું નહીં થયું હોય ને ?' કે પછી ક્યાંક ગામગોઠ તો નહીં ગયી હોય ને ?' કે પછી અચાનક નું બીજું કોઈ કામ તો માથે આવી નહીં પડ્યું હોય ને ?' વગેરે જાત જાતના સવાલો તેના મનમાં ઊઠતા હતા. પરંતુ બીજી જ પળે તેનો માંહ્યલો પોકારી ઊઠ્યો.'ગમે તે ભોગે, તે આવશે તો ખરીજ !'પરંતુ આજનું ટાણું (સમય) થઈ ગયું