સવાઈ માતા - ભાગ 56

  • 2.2k
  • 2
  • 1k

તા. ૧૨-૦૩-૨૪રમીલા મા ને રીક્ષામાં બેસાડી ઉપર આવી અને સૂવાની તૈયારી કરવા લાગી. લગભગ વીસેક મિનિટ વીતી હશે અને તેનાં મોબાઈલ ફોન રણક્યો. ઉપાડીને જોતાં તે વીણાબહેનનાં કેન્દ્રનો નંબર હતો. રમીલા: હેલ્લો! સવલી: રમુ, મા બોલું. ઉં પોંચી ગઈ. રમીલા : હા મા. હવે સવલી માસીને થોડી સાંત્વના આપજો. બધુંય સારું થઈ રહેશે. સવલી: આ દીકરા. હવ તુંય હૂઈ જા. હવાર તારા બાપુ તમારું ભાતું બનાઈ દેહે. રમીલા: હા, હા, મા. સૂઈ જ જાઉં છું. અને ચિંતા ન કરતી. અમે ભેગાં મળીને જમવાનું બનાવી લઈશું. કાલે થોડાં વહેલાં ઊઠીશું બધાં. ચાલ, હવે તું ય આરામ કર. બેય તરફ બધાં પોઢી