શેતાન

  • 2.9k
  • 2
  • 1.1k

શેતાન- રાકેશ ઠક્કરદર્શકો ભલે અજય દેવગનની ફિલ્મ તરીકે ‘શેતાન’ ને જોવા ગયા હોય પણ આર. માધવન અને જાનકીની ફિલ્મ હતી એ વાત સમીક્ષકોની જેમ સ્વીકારી રહ્યા છે. માધવનનો ચહેરો માસૂમ હોવાથી એ વિશ્વસનીય લાગે છે. જાનકી ‘વશ’ ની ભૂમિકામાં આવો કમાલ કરી ચૂકી હોવાથી વધુ સારી રીતે ન્યાય આપ્યો છે. બંનેના અભિનયમાં કોઈ ખામી કાઢી શકાય એમ નથી.નવોદિત જાનકી અને આર. માધવનની અલગ ભૂમિકા અને એમના અભિનયને કારણે જ કાળા જાદૂ પરની ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની રિમેક ‘શેતાન’ હિન્દી ભાષાના દર્શકો પર જાદૂ કરવામાં સફળ રહી છે. બંને કલાકારો દર્શકોમાં ભય, તણાવ અને ધ્રુજારી લાવે છે. આર. માધવને સાબિત કર્યું