પ્રેમ સમાધિ - પ્રકરણ-52

(19)
  • 2.5k
  • 2
  • 1.5k

પ્રેમ સમાધિ પ્રકરણ-52 કલરવ ટેબલ પર આવીને ગોઠવાયો. કાવ્યાએ કહ્યું “કલરવ હવે શાંતિથી જમી લે, મને ખબર છે એવી કહેવત છે કે પિયરનાં ગામનું કૂતરું પણ મળેને તો એય પોતીકું લાગે આ બધી સંબંધોની ભીનાશ મને ઘણીવાર નથી સમજાતી...”. સુમન પાંઉભાજી ખાવામાંજ પડેલો એણે બીજી બે ત્રણ વાર ઝાપટી લીધી. કલરવે પણ ધરાઇને ખાધી કાવ્યાએ કહ્યું “આ તીખા પર કંઇક ગળ્યું ઠડું થઇ જાય આપણે આઇસ્ક્રીમ ખાઇને આવીએ. “ ભાઉએ સાંભળતાંજ કહ્યું “કાવ્યા બેટા બહાર નથી જવાનું રાત્રીના 9 વાગી ગયાં છે તારાં પાપા અહીં ઘરે આવી જાય પછી એમની પરમીશનથી તમારે જ્યાં જવું હોય જઇ શકો છો. તમારે આઇસ્ક્રીમ