છપ્પર પગી ( પ્રકરણ - ૬૨ ) ——————————— ‘ સારું… કહો શું ઈચ્છો છો તમે મારી પાસે..?’ લક્ષ્મીએ કહ્યુ, ‘બસ બીજું તો કંઈ જ નહીં પણ તારે હવે આ એનજીઓનું સંચાલન કરવાનું થશે તો તને ગમશે ? હું અને પ્રવિણ બન્ને એક વરસ સ્કૂલ્સ માટે બહુ વ્યસ્ત રહેવાના છીએ… પ્રવિણ તો આમ પણ એનજીઓ માટે સમય નથી આપી શકતો, મારે હરિદ્વાર હોસ્પિટલ માટે પણ વધારે કામ રહેવાનું, તો તું મદદ કરે તો….!’ જિનલે એમને વચ્ચે જ અટકાવીને જવાબ વાળ્યો, ‘દીદી, પ્રવિણ…આ મારું નવજીવન છે, જે મને અહીંથી જ મળ્યુ છે, હવે આ જ મારો પરીવાર છે અને મને ખૂબ આત્મિયતા