સપ્ત-કોણ...? - 24

  • 1.7k
  • 1
  • 910

ભાગ - ૨૪ચા પુરી કર્યા પછી રઘુકાકાએ અધૂરી મુકેલી વાર્તાની શરૂઆત કરી અને ફરી સૌ એમની વાત સાંભળવા શાંત અને સ્થિર થઈ ગયા. બધા અધૂરી, અનોખી વાત સાંભળવામાં એટલા તલ્લીન થઈ ગયા કે કોઈનું ધ્યાન જ ન કે એમનાથી થોડે દૂર જ એક વૃક્ષની પાછળ સંતાયેલો ઓછાયો પણ રઘુકાકાની વાત સાંભળી રહ્યો હતો..... @@@@રાણી કલ્યાણીદેવી અને કમિશનર રાણા હોટેલ સિલ્વર પેલેસના વેઇટિંગ લાઉંજમાં બેઠા હતા. રાણાસાહેબની ચકોર આંખો બધે ફરી રહી હતી. છોટુભાઈ હોટેલનો હિસાબકિતાબ કરવામાં વ્યસ્ત હતા. "છોટુભાઈ... છોટુભાઈ....." રાણાસાહેબનો અવાજ સાંભળી એમણે હિસાબી ચોપડામાંથી માથું ઉંચુ કરી એમની સામે જોયું અને આંખોના ઈશારે જ 'શું કામ છે?' એવો