નો ગર્લ્સ અલાઉડ - ભાગ 40

  • 2.2k
  • 1
  • 1.4k

રમણીકભાઈ રાજકોટથી થાકીને આવ્યા હતા. કડવીબેને આવતા પાણીનો ગ્લાસ એમને આપ્યો. હાશકારો અનુભવતા રમણીકભાઈ બોલ્યા. " અનુ ક્યાં છે?" કડવીબેન કઈક બોલે એ પહેલા જ અનન્યા પોતાના રૂમમાંથી આવીને બોલી." પપ્પા....તમે આવી ગયા...!" અનન્યા સીધી એના પપ્પાને ગળે મળી. " કેમ છે મારી લાડકી દીકરીને, મારી ગેરહાજરીમાં મમ્મી એ વધારે પરેશાન તો નથી કરી ને..." રમણીકભાઈની સાથે અનન્યા પણ હસી પડી. થોડી આસપાસની વાતો કરીને અનન્યા એ મૂળ મુદ્દાની વાત કરતા કહ્યું. " પપ્પા મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે..." " હા બોલ..શું વાત છે?" પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકતા બોલ્યા." પપ્પા...મને એક છોકરો પસંદ આવી ગયો છે..."