ધૂપ-છાઁવ - 130

(14)
  • 2.1k
  • 2
  • 1.1k

અપેક્ષા આજે બેહદ સુંદર લાગી રહી હતી. તેને કોઈની નજર ન લાગે માટે તેની માં લક્ષ્મીએ તેના કાન પાછળ કાળું ટપકું કર્યું અને તેના ગળામાં એક કાળો દોરો પણ પહેરાવી દીધો. ખૂબજ ધામધૂમથી ચાલી રહેલી અપેક્ષાની ખોળા ભરતની આ વિધિ બે કલાક બાદ પૂર્ણ થઈ અને પછીથી આવનારા દરેક મહેમાને અપેક્ષાને ખોબલે ખોબલે અભિનંદન અને આશીર્વાદ આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી તેમજ સુંદર ભોજન આરોગીને સૌ છૂટાં પડ્યા. અપેક્ષાને તેની માં લક્ષ્મીના ઘરે લઈ જવામાં આવી... એ દિવસે રાત્રે અપેક્ષાના મોબાઈલમાં યુએસએની તેની ઓફિસમાંથી ફોન આવ્યો કે જે કંપની સાથે તેની ડીલ ચાલી રહી છે તેનો એગ્રીમેન્ટનો સમયગાળો પૂરો થયો છે