પ્રેમ - નફરત - ૧૧૫

  • 3k
  • 2
  • 1.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧૫ પોતાની ‘માઇન્ડ મોબાઇલ’ કંપની બંધ થઈ ગઈ છે એ વાત જાણીને રચનાનું મગજ ચકરાઈ ગયું. આટલી મોટી ઘટના બની અને એ એનાથી એકદમ અજાણ છે? આરવે પણ એને જાણ ના કરી? એવા કયા સંજોગ ઊભા થયા હશે કે એવું તે કયું કારણ આવ્યું હશે કે કંપની બંધ થઈ ગઈ છે? કે પછી આર્થિક સંકટમાંથી ઉગરવા વેચી દીધી હશે? પોતે એના પાયામાં લૂણો તો લગાવી જ દીધો હતો. હવે કોઈ મોટા ટેકા વગર કંપની ઊભી રહી શકે એમ ન હતી.‘માઇન્ડ મોબાઇલ’ કંપની બંધ થઈ ગઈ છે એ વાત જાણીને રચનાને પહેલાં આંચકો લાગ્યો હતો