હું અને અમે - પ્રકરણ 33

  • 1.7k
  • 906

રાતે રાધિકાના ઘરમાં પણ શાંતિ નહોતી. હકુકાકા અને મહેશ બંને ભેગા થઈને વિચારી રહ્યા હતા કે આ મુદ્દાનું હવે શું કરવું? તેઓની પ્રથા એવી કે સ્ત્રીએ કોઈ પણ વિષયમાં વધારે ડહાપણ નહિ કરવું. ઘરના બધા લોકો હાજર હતા અને હકુ ચિંતામાં આમ-તેમ ચક્કર લગાવતો હતો. કાર્તિક તેની સાથે ન આવ્યો એ વાતથી ચિડાઈને તે પોતાની પત્ની વર્ષા પર બધો ગુસ્સો ઉતારતો હતો. "ઘરમાં હું તો ન્હોતો રહેતો પણ મારી ગેર હાજરીમાં આવા સંસ્કાર આપ્યા છે તે તારા દીકરાને? જોયું... જોયુંને તે? પેલી બે કોડીની છોડી હાટુ થઈને તે રાધિકાના ઘેર રહ્યો. હું સાદ કરું છું તો સામુય નથી જોતો."ફઈ તેને