હું અને અમે - પ્રકરણ 32

  • 1.7k
  • 886

રાધિકા ગોઠણભેર જમીન પર બેસી ગઈ અને રુદનની કોઈ સીમા નહિ. તેના મનમાં એવું તે શું આવ્યું કે બધી બાજુથી ઘેરાયેલી રાધિકા રડતા રડતા જોરથી બોલી ઉઠી, "ઉભા રહો ફઈ, અવની રાકેશની બહેન છે." અત્યાર સુધી રાકેશની વાતો છુપાવતી રાધિકા પાસે કોઈ રસ્તો ના રહ્યો અને એના મુખેથી રાકેશનું નામ નીકળી ગયું. એનું નામ સાંભળતા જ પરિવારના બધા લોકો આશ્વર્યમાં મુકાય ગયા અને ફઈના ડગલાં થોભાઈ ગયા.રાકેશનું નામ બોલવાની કિંમત રાધિકા જાણતી હતી અને એટલે જ પોતાના બંને હાથ પોતાના મોં પર મૂકી દીધા. આઠ વર્ષનો વસવસો તેના હૃદયમાં ભરેલો હતો જે આજે તેની આંખમાંથી આંસુ બની ગાંડી મેઘની જેમ