પ્રેમનો વહેમ - ભાગ 10

  • 2.2k
  • 1.1k

ભાગ 10 શ્રીકાંત ને મનમાં ગુસ્સો આવતો હતો.સુશીલાનાં મનમાંથી એ છોકરીનું ભૂત ઉતરતું નથી કંઈક કરવું પડશે.આ છોકરી મને લઈ ડુબશે. એણે બહું મનોમંથનનાં અંતે સુશીલા સાથે સીધી વાત કરવાનું નક્કી કર્યું. સવારમાં મંદિરે જતાં એણે દાણો દાબ્યો" કેમ તારી વહું મંદિરે નથી આવતી? તારી જોડે પણ નહીં." " તને ભલે મારાં માટે પુર્વાગ્રહ હોય માન કે ન માન એ છોકરી પ્લાન કરીને જ આપણાં પરિવારમાં આવી છે." તે દિવસે એ પ્લાન મુજબ જ તને પહેલીવાર મળવાં મંદિરે આવી હતી, પછી ક્યારેય જોઈ છે, એકવાર પણ?" સુશીલા શ્રીકાંતની ફીતરત અને એનાં વિચાર બંનેથી સારી પેઠે વાકેફ હતી.છતાં, આ વાતે એને