સંસ્કારી અને કલાનગરી-ભાવેણા, ગોહિલવાડ (ભાવનગર)

  • 2.6k
  • 1
  • 972

આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું.મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી.પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે.મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશ ના પ્રથમ રાજા હતા.સૂર્યવંશી કુળના ગોહિલ રાજપુતને મારવારમાં ગંભીર સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. લગભગ 1260 એડી, તેઓ ગુજરાત કિનારે ગયા અને ત્રણ રાજધાની સ્થાપિત કરી: સેજકપુર (હવે રણપુર), ઉમરાલા અને