છપ્પર પગી - 60

(11)
  • 1.9k
  • 2
  • 1.1k

છપ્પર પગી ( ભાગ - ૬૦ ) ——————————— આખી વાત પ્રવિણ અને લક્ષ્મી ટૂંકમા સમજી ગયા. પ્રવિણ જોડે ધીમેથી કંઈક ચર્ચા કરીને લક્ષ્મીએ જિનલની મા ને કહ્યું, ‘તમે અને જિનલ બન્ને મારા એનજીઓ દ્વારા ચાલતી સંસ્થામાં રહેવા આવી જાવ તો, તમારે આ ઉંમરે હવે તકલીફ ન વેઠવી પડે અને જિનલની સારવાર પણ અમે કરાવીશુ… અમને વિશ્વાસ છે ચોક્કસ જિનલને સારૂ થઈ જ જશે.તમારા જેવા બિજા ઘણા લોકો ત્યાં રહે જ છે, તમને વાંધો નહીં આવે.’ ‘પણ તમી તો અણજાણ સો.. ક્યમ ભરોહો કરુ…ને ઈમ કાં અમને સહાય કરો..? મારે માથે તો હવે ઘરવારો ય નથ.. બેય અમે નોધારા..ન્યા કાંઈ થાય