છપ્પર પગી - 59

  • 1.7k
  • 2
  • 960

છપ્પર પગી ( ભાગ - ૫૯) ———————————પ્રવિણે બહાર નીકળીને પુછ્યુ કે શું થયુ તો બાજુમાં પાનનો ગલ્લો હતો તેમાં એક યુવાન છોકરો બેઠેલ હતો એણે કહ્યું, ‘અરે.. કંઈ નહી… તમતમારે નીકળી જાવ ઈનું તો આ રોજ નુ સે.. ગાંડી સે બિચારી… રોજ આમ જ ભાઈગ ભાઈગ કરે સે..!’ પ્રવિણે મંદિર તરફ બે ડગલાં આગળ વધી ને જોયું તો એ સ્ત્રી આધેડ હોવા છતાં ઉંમર કરતા વધારે વૃદ્ધ દેખાતી હતી. બે ચાર જગ્યાએ ફાટેલ પંજાબી ડ્રેસ, ગળામાં ને હાથમાં ચાર પાંચ કાળી દોરીથી બાંધેલ માદળિયાં, ઘસાઈ ગયેલ સ્લીપર્સ, મંદીરના ઓટલે પડેલ અડધું ખાધેલ બિસ્કિટનું પેકેટ સાથે ઉંડી જતી રહેલ આંખો સાથે