પૃથિવીવલ્લભ - સમીક્ષા

  • 8.5k
  • 1
  • 3.2k

પુસ્તકનું નામ:- પૃથિવીવલ્લભ સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ થયો હતો. તેમનું ઉપનામ ઘનશ્યામ વ્યાસ છે. જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા. ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. મુનશીએ ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા, તેઓ બંધારણ સભાના સભ્ય રહ્યા અને આઝાદ ભારતના સૌપ્રથમ કૃષિપ્રધાન હતા. ઉત્તર પ્રદેશના બીજા રાજ્યપાલ