રાતરાણી

  • 2.4k
  • 918

જ્યારે જ્યારે રૂપજી આ રસ્તેથી નીકળે ત્યારે અહીં જ વડનાં ઝાડ પાસે તેની મોટરસાયકલ બંધ પડી જાય. ક્યાંય સુધી પ્રયત્ન કરે પણ ચાલુ ના થાય. થાકીને વડની ફરતે બાંધેલા ચોતરાં પર બેસે અને થોડીવાર પછી બાઈક ચાલુ કરે તો તરત જ ચાલુ થઈ જાય . એને સમજાતું નહી કે કેમ આવું થાય છે ? રામપુર ગામમાં રહેતો રૂપજી એક ખડતલ યુવાન હતો. લીંબુનાં ફાડ જેવી આંખો, ઘુંઘરાળા વાળ, મરોડદાર મૂછો અને હિંમતવાન રૂપજી આખાં ગામનું આભૂષણ હતો. ગામમાં કોઈને પણ મદદની જરૂર હોય અડધી રાતેય આવીને ઉભો રહેતો.તે દયાળું તો હતો જ પણ સાથે ગુસ્સાવાળો પણ