સપ્ત-કોણ...? - 23

  • 2k
  • 2
  • 1k

ભાગ - ૨૩"તો સાંભળો....." રઘુકાકાએ વાતની શરૂઆત કરી એ સાથે જ આઠ આંખો એમને જોઈ રહી અને આઠ કાન વ્યાકુળતાથી વાત સાંભળવા અધીર બન્યા..... @@@@"હું ક્યાં છું?" અફાટ રણની રેતીના ઢૂવા પર ઉગેલા કાંટાળા થોરમાં ભેરવાયેલી ઓઢણીનો છેડો બહાર કાઢવા મથતી ઈશ્વાના ચહેરા પર કંટાળો અને થાકમિશ્રિત ભાવ ડોકાઈ રહ્યા હતા. બે દિવસની અપુરતી ઊંઘ અને બે સદીના સફરની મજલથી હાંફી ગઈ હતી. "સુખલી.... સુખલીઈઈઈઈઈ....." અવાજ સાંભળતાં જ ઈશ્વાએ પાછળ જોયું તો રાજકુમાર જેવો પહેરવેશ ધરાવતો કોઈ મૂછાળો નવયુવક સાંઢણી પર સવાર થઈ એની તરફ આવી રહ્યો હતો."બીજુ, માલિની અને હવે સુખલી......?" મનમાં ઉભરાતા પ્રશ્નોને મનમાં જ ડામી દઈ ઈશ્વા