નો ગર્લ્સ અલાઉડ - ભાગ 35

  • 2.4k
  • 1.7k

આદિત્ય પાર્ટી એન્જોય કરીને ખુશી ખુશી પોતાના ઘર તરફ વળ્યો. ઘરે તાળું મારીને જોઈને એને આડોશ પડોશમાં નજર કરી તો આંટી પાસેથી જાણવા મળ્યું કે અમિતભાઇને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આદિત્યે તુરંત હોસ્પીટલ તરફ દોડ મૂકી. પરંતુ આદિત્ય હોસ્પિટલ પહોંચે એ પહેલા જ અમિતભાઈના શ્વાસ થંભી ગયા હતા. કાવ્યા અને મમ્મીને રડતા જોઈને આદિત્ય પણ ત્યાં જ ભાંગી ગયો. રીતિરિવાજો પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી. આદિત્યનું બહારનું મૌન એમને અંદરોઅંદર ખાઈ રહ્યું હતું. અમિતભાઈની અંતિમ ઇચ્છા આદિત્યને મળવાની હતી જે આદિત્ય પૂરી કરી શક્યો નહિ. કવિતાના પ્રેમમાં આંધળો આદિત્ય ખુદને દોષિત ગણવા લાગ્યો. સમય ધીમે ધીમે પસાર