હું અને અમે - પ્રકરણ 29

  • 1.6k
  • 808

અવની રાકેશની બહેન છે એ વાત બધાને ખબર પડી. રાત્રે અવની સાથે મોડે સુધી વાતો કર્યા પછી ઘેર જતા સમયે દરેકે ગુડ નાઈટ અને સ્વીટ ડ્રિમ્સ કહ્યું. તો અવની અને રાકેશ પણ ઘરના મુખ્ય દરવાજે બધાને વિદાય આપવા આવી ગયા. દરવાજે ઉભા રહી સૌ અલગ પડી રહ્યા હતા. અહમ અને પલ્લવી ગયા, મયુરે ગુડ નાઈટ કહ્યું અને અંતે વારો શ્વેતાનો આવ્યો. આડી અવળી નજર કરતા તેણે રાકેશને કહ્યું, "ઠીક છે તો... અં!... ગુડ નાઈટ એન્ડ..." અવની તેને વિચારતા જોઈ બોલી, "એન્ડ?" તો શ્વેતાએ કહ્યું, "અં... એન્ડ, કાલે મળીયે..." અવની બોલી, " કાલે તો સન્ડે છેને, હોલી ડે." શ્વેતાએ કહ્યું, "હા