હું અને અમે - પ્રકરણ 28

  • 1.7k
  • 832

મુખેથી નમણી અને વાણીથી મીઠ્ઠી એવી અવની સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચતી હતી. સૌ તેનાથી વાતો કરવા અને તેના વિશે વધારેમાં વધારે જાણવા ઈચ્છા કરતા હતા. અવનીના હાથનું જમ્યા પછી પલ્લવી તો તેનો છેડો મુકવા તૈય્યાર જ ન હતી. ડિનર પછી બધા રાકેશના ગાર્ડનમાં પોત-પોતાની રીતે ટહેલતા હતા. રાકેશે સૌને કહી દીધું કે અવની કોણ છે? પણ તેણે અર્ધસત્ય જ કહ્યું. તેનો ભૂતકાળ તેણે ન જણાવ્યો.હકીકતમાં અવની એક પછતાયેલી કે પછી તરછોડાયેલી છોકરી હતી. એક નાનકડાં ગામમાં રહેતી અવનીને કોઈ સાથે મન મેળ થયો અને તેણે તેના પર બંધ આંખે વિશ્વાસ કર્યો. લગભગ એકાદ વર્ષ પહેલા અવની એક પુરુષના પ્રેમમાં