ઋષીઓ બોલ્યા, “હે મહાભાગ્યશાળી સૂત, આપનું કલ્યાણ થાઓ. ગંગાનું મહાત્મ્ય સાંભળ્યા બાદ દેવર્ષિ નારદે સનક મુનિને કયો પ્રશ્ન કર્યો?” સૂતે કહ્યું, “દેવર્ષિ નારદે કયો પ્રશ્ન પૂછ્યો તે વિષે વિસ્તારથી કહું છું.” નારદે કહ્યું, “હે મુને, ભગવાન વિષ્ણુ કયા વ્રતોથી પ્રસન્ન થાય છે, તેનું વર્ણન આપ કહો. જે માણસો વ્રત, પૂજન અને ધ્યાનમાં તત્પર થઈને શ્રીધર ભગવાનનું ભજન કરે છે તેને ભગવાન વિષ્ણુ મુક્તિ તો અનાયાસે જ આપી દે છે, પરંતુ તેઓ જલ્દીથી કોઈને ભક્તિયોગ આપતા નથી. પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ સંબંધી જે કર્મ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરનારું છે તે કહો.” શ્રી સનકે કહ્યું, “બહુ જ સરસ વાત પૂછી. ભગવાન શ્રીહરિ જેમનાથી