રાધિકાને મનાવવાનાં પ્રયત્ન કરી છેવટે મયુર પાછો રાકેશના ઘેર ગયો. દરેક લોકો હાજર હતા. સાફ-સફાઈ પછી રાકેશના ઘરનો નજારો ફરી ગયો અને એમાં પણ આજે ઘરને વિવિધ ફૂલ અને લાઈટોના ઠાઠથી શણગારવામાં આવેલું. તેનો નજારો જ અલગ હતો. રાકેશના નવા ઘરમાં વધારે ભિન્નતા નહોતી. સામે રાકેશનું કે હાલ મયુરનું અને તેની સામે રાકેશનું ઘર એક સરખા જ લગતા હતા. જે અલગ હતું તે એટલું જ કે એકને તેણે પોતાના વિચારોથી બનાવેલું, પોતાની લાગણી અને પોતાના પરિવારના વિચારોને ધ્યાનમાં લઈને આકાર આપેલો જેમાં આજે રાધિકા રહે છે. ને બીજું તેણે માત્ર પોતાનું કહેવા માટે બનાવેલું. છતાં તેનું ભવ્ય ઘર જેની સામે