સપનાનાં વાવેતર - 46

(44)
  • 4.3k
  • 3
  • 2.6k

સપનાનાં વાવેતર પ્રકરણ 46સવારે કૃતિ જાગી ત્યારે ખૂબ જ ફ્રેશ હતી. શરીરની નબળાઈ ઘણી ઓછી થઈ ગઈ હતી અને થોડી સ્ફૂર્તિ પણ આવી હતી. પોતાનામાં થયેલો આ ફેરફાર એને ગમ્યો અને થોડી આશા પણ જન્મી. " બ્લડ રિપોર્ટ લેવા માટે તમારી સાથે હું આવું ? મને અત્યારે ઘણું સારું લાગી રહ્યું છે. " અનિકેત ઓફિસ જવા નીકળ્યો ત્યારે કૃતિ બોલી. "ના ના કૃતિ તું આરામ કર. આજે રિપોર્ટ ચોક્કસ કલેક્ટ કરી લઈશ અને ડોક્ટરને પણ બતાવી દઈશ." અનિકેત બોલ્યો અને બહાર નીકળી ગયો. આજે સ્વામીજી સાથે વાત કરીને એને ઘણી રાહત થઈ હતી. કૃતિની માનસિક સ્થિતિ જો મજબૂત થઈ જાય