પ્રેમ સમાધિ - પ્રકરણ-48

(23)
  • 2.6k
  • 2
  • 1.7k

પ્રેમ સમાધિ પ્રકરણ-48 રામભાઉએ બારીમાંથી બહાર જોયું... અને કાળી ગાડી અંદર આવી ઉભી રહી એમાંથી એક ઊંચો પઠ્ઠો એવો છોકરો નીકળ્યો ડ્રાઇવર બનેલો ભૂપત ઉતર્યો પેલાએ ઉતરીને કહ્યું “વોચમેન આ બધો અંદર સામાન છે અંદર બંગલામાં લઇ લો અને મામા કયાં છે ?” રામભાઉ દરવાજે આવી ગયાં એમણે કહ્યું “આવ સુમન હું રામભાઉ...” સુમન નામ સાંભળતાજ દોડ્યો હસતો હસતો રામભાઉને વળગી ગયો.. “ભાઉ... ભાઉ તમારી સાથે વાત થતી. તમારું બહુ નામ સાંભળ્યુ છે પણ મળ્યો આજે.. ભાઉ ખૂબ ગમ્યું તમે મળી ગયાં.. પણ મામા નથી ?” રામભાઉએ કહ્યું “એમને અરજન્ટ કામ આવી ગયું પણ તેઓ નારણભાઇ સાથે બહારગામ ગયા છે