પ્યારની ચોટ, બંધ હોઠ - 2

  • 1.8k
  • 2
  • 832

પ્યારની ચોટ, બંધ હોઠ ("મહોબતની રીત, પ્યારની જીત"નું સ્પિન ઑફ) - 2 "કોઈની ખુશી માટે પણ બોલેલું જૂઠ પણ તો જૂઠ જ હોય છે ને. એણે આમ પરદામાં રાખ્યા વગર જ જો સીધું સાચું કહી દીધું હોત તો કોઈ પરેશાન પણ ના થાય ને." પારૂલ બોલી. "મને ખબર છે કે પારુલને સચવામાં અમારે કેટલી બધી મહેનત કરવી પડી હતી. કોઈને આમ છોડી દેવા તો બહુ જ આસાન છે, પણ સામેવાળા પર જે વિતે છે એની કિંમત કોઈ નહિ ચૂકવી શકતું." હર્ષદે કહ્યું. "અને એટલે જ અમને ત્રણેયને વિચાર આવ્યો કે તને કોલ કરીને પાછી બોલાવીએ અને બધું કહી દઈએ." નેહા