હવે તો પ્રિયા રોજ આવવા લાગી હતી. હું એનાથી બચવા અલગ અલગ પ્રયત્નો કરતો. ઘણીવાર તો છુપાઈ પણ જતો કે એ મને શોધી જ ના શકે, પણ એ પણ જાણે કે મારી પાછળ જ પડી હતી. મને શોધી લેતી અને જે લાવતી એ મને પરાણે ખવડાવતી જ, પણ હું પણ તો હાર માની લઉં એવો થોડી હતો, મેં પણ જ્યાં સુધી પાદુલ ના ખાઈ લે મોંમાં મૂકતો જ નહિ! અને હું ચાહું તો પણ પારજકનું દિલ નહીં દુખાવી શકતો યાર.. જેની સ્માઈલ ને જોવા માટે આટલાં બધાં તપ કર્યા હતા. શું એને આમ ફરી હું ઉદાસ પણ કરી શકું?! બીજી