નમસ્તે પાટણ

  • 2.6k
  • 2
  • 986

નમસ્તે પાટણ પાટણ નગરની સ્થાપના વનરાજ ચાવડાએ તેના પરમ મિત્ર અણહીલ ભરવાડના સહકારથી પાટણ રાજ્યનું ખાતા મુહૂર્ત વિ.સં.૮૦૨ તા.૨૮/૦૩/૭૪૬ ના દિવસે થયું.(પાટણ નગર પાલિકા આ તારીખ:૨૩/૦૨/૭૪૬ તારીખ ગણી આ દિવસે પાટણની સ્થાપનાની ઉજવણી કરે છે.)આજે આ નગરની સ્થાપનાનું ૧૨૭૮ મું વર્ષ ચાલે છે. અણહિલ ભરવાડે બતાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી.હાલના હારીજ પાસે પંચાસર ગામ એટલે વનરાજના પિતા રાજા જયશિખરીનું રાજય હતું.તેમના પિતા જયશીખરીનું મૃત્યુ કલ્‍યાણના ભુવડ રાજાના હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયું હતું.તત્કાલિન વનરાજની માતા રૂપસુંદરીના ગર્ભમાં વનરાજનો ઉછેર થઇ રહ્યો હતો.ભુવડે જઈશીખરીને હરાવી મારી નાખ્યા પછી પંચાસર સર કર્યું.સાથે તેની રાણી રૂપસુંદરીને(વનરાજની માતા)થયું કે ભુવડને ખબર