વીર મોખડાજી ગોહિલ

  • 2.7k
  • 1
  • 1.1k

વીર મોખડાજી ગોહિલ ઈ.સ. 1309 વીર મોખડાજી ગોહિલ ઈ.સ. 1309 - 1347 ગોહિલવંશના મુળપુરુષ સેજકજીના પુત્ર રાણોજીએ રાણપુર વસાવી ત્યાં રાજધાની સ્થાપી હતી, પરંતુ ઈ.સ.1308-09માં મુસ્લિમો સાથેના સંગ્રામમાં રાણોજી કૈલાસવાસી થયા. ત્યારપછી એમના પુત્ર મોખડાજી ગાદીએ બેઠા મોખડાજીએ વાળા રાજપૂતો પાસેથી ભીમડાદ, કોળીઓ પાસેથી ઉમરાળા જીતીને પ્રથમ ગાદી ઉમરાળામાં સ્થાપી. ત્યારપછી ખોખરા જીતી લઈ તલવારની ધારે ઘોથામાંથી મુસ્લિમ શાસક ને પરાજીત કર્યા. પછી બારૈયા જાતિના કોળી લોકો પાસેથી પીરમબેટ જીતી લઈ ત્યાં રાજગાદી સ્થાપી પોતાનું રહેઠાણ કર્યું.પીરમબેટપીરમનો બેટ ખંભાતના અખાતમાં ઘોઘાથી ચાર માઈલના અંતરે છે. સૌરાષ્ટ્રના ગોહિલવાડ (ભાવનગર) જિલ્લાના દરિયાકિનારાથી ત્રણ માઈલ દૂર દરિયામાં અને ખંભાતની દક્ષિણે પીરમબેટ આવેલો છે.