અગ્નિસંસ્કાર - 23

  • 2.7k
  • 2k

પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર થઈને આવે એ પહેલા જ વિજયે ગામની માહિતી લેવાની શરૂ કરી દીધી. રાતના સમયે વિજય અને એનો સાથીદાર પાટીલ જીપ મારફતે ગામમાં નજર કરવા નીકળી પડ્યા." સર આપણે રાતના સમયે ગામમાં શું જોવા નીકળ્યા છીએ?" " ખૂની ખૂન કર્યા બાદની કેટલીક રાતો ચેનથી સૂઈ શકતો નથી..અને જ્યારે કોઈ વ્યક્તિને નીંદર ન આવે તો એ શું કરે?" " ઘર બહાર આંટાફેરા મારવા નીકળે છે..." " વાહ પાટીલ...તું તો હોશિયાર થઈ ગયો..." " થેંક્યું સર..." " બસ હવે તારી નજર મારા પર નહિ પરંતુ આસપાસ ફરવી જોઈએ.. થોડુંક પણ અજુગતું લાગે એટલે મને તુરંત જાણ કર..." " ઓકે સર..."