નો ગર્લ્સ અલાઉડ - ભાગ 29

  • 2.8k
  • 1.9k

આદિત્ય અને અનન્યા બાળકોને મળીને મનાલી તરફ રવાના થયા. મનાલી પહોંચતા જ આદિત્યે અનન્યાને ફોન આપતા કહ્યું. " આકાશ સાથે વાત કરી લેજે, કહેતો હતો કે તારું અર્જેન્ટ કામ છે..."અનન્યા એ કોઈ સમય વેડફ્યા વિના તુરંત આકાશને કોલ લગાવ્યો. " હેલો...આકાશ..." " અનન્યા ! તું ક્યાં છે?? તને કેટલા સમયથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું કંઈ ખ્યાલ છે તને?" " સોરી આકાશ... મારો તને પરેશાન કરવાનો આશય નહતો..આ તો પરિસ્થિતિ જ એવી બની ગઈ કે.." એટલું કહેતાં જ અનન્યા અટકી ગઇ. " શું થયું અનન્યા? કેમ વાત કરતા અટકી ગઇ?" " લીસન, આકાશ..હું ઓલરેડી સાવ થાકી ગઈ છું, તો આપણે