નો ગર્લ્સ અલાઉડ - ભાગ 28

  • 2.9k
  • 2k

આદિત્યે મનાલીની આસપાસનો રસ્તો પહેલા જ જોઈ રાખ્યો હતો એટલે એમને જવામાં કોઈ તકલીફ ન પડી. " અનન્યા જરૂર વશિષ્ટ ગામ તરફ જ ગઈ હશે...." મનમાં એડ્રેસ નક્કી કરીને આદિત્યે એ તરફ જ ગાડી વાળી લીધી. થોડાક સમયમાં આદિત્ય વશિષ્ટ ગામે પહોંચી ગયો. તેણે આસપાસ નજર કરવાની ચાલુ જ રાખી છતાં પણ અનન્યાનો કોઈ પતો ન મળ્યો. અનન્યાને ચાલુ ગાડીમાં જ શોધતા શોધતા આદીત્યથી એક ગાડીને ટક્કર લાગી ગઈ. ગાડીમાંથી એ જ અંકલ બહાર આવ્યા અને ગુસ્સામાં બોલ્યા. " હવે કઈ ફિરંગી એ મારી ગાડીને ટક્કર મારી? કોણ છે? આવ બહાર આજ તો તારી ખેર નથી...." અંકલ તો લાકડી લઈને