ભૂતખાનું - ભાગ 14

  • 2.2k
  • 1.2k

( પ્રકરણ : ૧૪ ) આરોને તેલમાં પલાળેલું લીલા કલરનું કપડું સ્વીટીના કપાળ પર ફેરવ્યું, ત્યાં જ સ્વીટી, એના શરીરની અંદર રહેલી સ્ત્રીની આત્મા જોરથી ચીસ પાડી ઊઠી હતી : ‘નહિઈઈઈઈઈ....!’ અને એણે મરીનાને લાત મારવાની સાથે જ, એના હાથ-પગ પકડીના ઊભેલા જેકસન અને પામેલાને પણ જોરથી ધક્કો મારી દીધો હતો. મરીના, જેકસન અને પામેલા દૂર જઈને જમીન પર પટકાયા હતાં. અત્યારે ત્રણેય જણાંએ જમીન પરથી ઊભા થતાં જોયું, તો સ્વીટીના શરીરમાંથી પ્રેતાત્માને ભગાવી મૂકવાની વિધિ  કરી રહેલા આરોને હજુ પણ સ્વીટીના માથા પર હાથ દબાવી રાખ્યો હતો અને સ્વીટી-સ્વીટીના શરીરની અંદર રહેલી સ્ત્રી ‘નહિ ! નહિ !’ની ચીસો પાડતાં