ભૂતખાનું - ભાગ 12

  • 2.5k
  • 1.4k

( પ્રકરણ : ૧૨ ) ‘લાકડાના મોટા બોકસ-ડિબૂક બોકસના ઢાંકણાના અંદરના ભાગમાં હિબ્રુ ભાષામાં લખાયેલા શબ્દોનો અર્થ શું છે ?!’ એવા જેકસનના સવાલના જવાબમાં આરોને કહ્યું હતું કે, ‘...આ જે લખાયેલું છે, એનો અર્થ થાય છે, બાળકો ચોરનારી !!!’ અને જેકસન આરોનની આ વાતના જવાબમાં આરોનને કંઈ કહેવા-પૂછવા ગયો ત્યાં જ અત્યારે તેના મોબાઈલ ફોનની રિંગ વાગી ઊઠી. ‘એક મિનિટ, આરોન !’ કહેતાં જેકસને એ જ રીતના કાર આગળ વધારે રાખતાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢયો. તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું, તો તેની મોટી દીકરી મરીનાનો મોબાઈલ નંબર ઝળકતો હતો. તેણે મોબાઈલનું બટન દબાવીને મોબાઈલ કાને મૂકતાં કહ્યું : ‘હા, બોલ,