ભૂતખાનું - ભાગ 10

  • 2.4k
  • 1
  • 1.2k

( પ્રકરણ : ૧૦ ) ‘જે રીતના ‘ડિબૂક બોકસ’ જોઈને યહૂદી ધર્મગુરુ-ફાધર જોશૂઆના ચહેરા પરના ભાવ પલટાયા હતા અને જે રીતના એમની આસપાસ ઊભેલા પાંચેય માણસો પણ ‘ડિબૂક બોકસ’ જોઈને એક-બે પગલાં પાછળ હટી ગયા હતા, એનાથી એ વાત સાબિત થઈ જતી હતી કે, તે પોતે ધારતો હતો એના કરતાં આ લાકડાનું બોકસ-ડિબૂક બોકસ ખૂબ જ વધુ ભયાનક અને ખતરનાક હતું.’ જેકસનના મગજ-માંથી આ વિચાર દોડી ગયો. તેણે તેને અહીં, આ ધર્મગુરૂ જોશૂઆ પાસે લઈ આવનાર માણસ આરોન સામે જોયું. આરોને જેકસનને કંઈ કહેવાને બદલે પોતાના ધર્મગુરૂ-ફાધર જોશૂઆ સામે જોયું. ફાધર જોશૂઆ પોતાની ભાષામાં કંઈક બોલ્યા. આરોને એનો અનુવાદ કર્યો