ભૂતખાનું - ભાગ 9

  • 2.5k
  • 1
  • 1.3k

( પ્રકરણ : ૯ ) ‘આ ડિબૂક બોકસ છે, અને હિબ્રુ ભાષામાં ડિબૂકનો અર્થ થાય છે, ભટકેલી આત્મા !’ ફાધર ટાઈટસે કહ્યું હતું, એટલે જેકસન પગથી માથા સુધી ધ્રુજી ગયો-ખળભળી ગયો : ‘એટલે..., એટલે...’ જેકસને પ્રોફેસર ટાઈટસ સામે તાકી રહેતાં ચિંતા ને અધિરાઈ સાથે પૂછયું : ‘તમારું એમ કહેવું છે કે, આમાં.., આ બોકસમાં કોઈ ભટકેલી આત્મા રહે છે !’ પ્રોફેસર ટાઈટસ પળવાર જેકસન સામે જોઈ રહ્યા, પછી બોલ્યા : ‘જેકસન ! હું તને બરાબર સમજાવું છું.’ અને પ્રોફેસર ટાઈટસે ટેબલ પર પડેલા લાકડાના મોટા બોકસ સામે જોઈ રહેતાં કહ્યું : ‘આ સુંદર કળા-કારીગરીવાળું બોકસ પોલેન્ડનું, ૧૯ર૦ કે ૩૦ની આસપાસનું