ભૂતખાનું - ભાગ 8

  • 2.7k
  • 1.4k

( પ્રકરણ : ૮ ) ‘સ્વીટી ! તું ક્યાં છે, સ્વીટી ?!’ જેકસન બૂમો પાડતો રસ્તા પર દોડી રહ્યો હતો, ત્યારે તેનાથી થોડેક આગળ, રસ્તા પર સ્વીટી ઊભી હતી. સ્વીટીની સામે રસ્તા પર પેલું લાકડાનું મોટું બોકસ પડયું હતું અને એમાંથી નીકળેલા ને આસપાસમાં ફરી રહેલાં મોટી પાંખો, ગોળ-મોટી આંખો અને બે લાંબા તીણાં દાંતવાળા વિચિત્ર અને ભયાનક જીવડાં એક પછી એક સ્વીટીના ખુલ્લા મોઢામાં દાખલ થઈ રહ્યા હતાં. ગણતરીની પળોમાં જ એ બધાં, વીસ-પચીસ જેટલા એ જીવડાં સ્વીટીના મોઢામાં દાખલ થઈ ગયાં. હવે સ્વીટીનું મોઢું બંધ થયું. તો નજીકમાં જ પડેલું પેલું લાકડાનું મોટું બોકસ પણ આપમેળે બંધ થયું.