( પ્રકરણ : ૬ ) ‘લાકડાના બોકસમાં એવું તો શું હતું કે, સ્વીટી બોકસને હાથ સુધ્ધાં લગાડવા માટેની તેને ના પાડતી હતી !!’ એવા સવાલ સાથે જેકસને એ લાકડાના બોકસનો ઉપરનો ઢાંકણાવાળો ભાગ પકડયો અને ઢાંકણું ખોલ્યું-બોકસ ખોલ્યું. લાકડાના બોકસના ઢાંકણાના અંદરના ભાગમાં રહેલા અરીસામાં જેકસનનો ચહેરો દેખાયો. જેકસનને બોકસના આ અરીસામાં જ સ્વીટીની કીકીઓ વિનાની આંખોવાળો ચહેરો દેખાયો હતો, પણ અત્યારે એ અરીસામાં જેકસનનો ચહેરો ચોખ્ખો દેખાવાની સાથે જ તેની આંખોની કીકીઓ પણ બરાબર દેખાઈ રહી હતી. જોકે, જેકસનનું ધ્યાન અત્યારે એ અરીસા તરફ નહોતું. જેકસનનું ધ્યાન અત્યારે બોકસની અંદર પડેલી વસ્તુઓ તરફ હતું. -બોકસની અંદર એક મોટો અને