ભૂતખાનું - ભાગ 5

  • 3k
  • 2k

( પ્રકરણ : ૫ ) મરીનાએ બાથરૂમમાં, સામેના અરીસાની પાછળના ખાનામાંથી લોશન લેવા માટે અરીસાવાળો દરવાજો ખોલ્યો હતો. તેની નજર અંદર પડી હતી અને એ સાથે જ તેના મોઢામાંથી ભયભરી ચીસ નીકળી ગઈ હતી ને તે બાથરૂમની બહારની તરફ દોડી હતી. અત્યારે તે દોડતી રૂમના દરવાજા બહાર પહોંચી ત્યાં જ પોતાના રૂમમાંથી દોડી આવેલો જેકસન તેની સાથે અથડાયો. ‘મરીના !’ જેકસને ગભરાયેલી મરીનાનો ખભો પકડી લેતાં પૂછયું : ‘શું થયું ?! તું આમ ચીસો કેમ પાડી રહી છે !’ ‘ડેડી ! ત્યાં બાથરૂમમાં.....’ અને મરીનાએ ત્યાંથી જ રૂમની અંદર દેખાઈ રહેલા બાથરૂમ તરફ આંગળી ચિંધી. જેકસન બાથરૂમ તરફ જોઈ રહેતાં