હિમાચલનો પ્રવાસ - 5 (પહાડોમાં પ્રવેશ)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે અમદવાદથી અમારી સફર છુક છુક ગાડીમાં શરુ કરી...સવારના ૬:૦૦ વાગી ચુક્યા છે. ટ્રેન અંબાલા કેંટ સ્ટેશન પર પહોચી ચુકી છે. આ સ્ટેશન હરિયાણાનું જાણીતું અને મોટું સ્ટેશન છે. સ્ટેશન પર ટ્રેન પહોંચતા જાહેરાત અને અન્ય છોરબકોર થી નીંદર ઉડી ગઈ છે. અમારી ટ્રેન લગભગ ૨૫ મિનીટ જેટલી વહેલી છે જેથી અમારે અહી રાહ જોવાની રહે છે. અંબાલા જાણીતું અને મોટું સ્ટેશન છે. ઘણા ખરા યાત્રીઓ અહી ઉતરી રહ્યા છે. છેવટે અમે ઉત્તર ભારતમાં પહોચી ગયા છીએ. સાથે સાથે ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ