કમલી - ભાગ 2

  • 2.3k
  • 1.3k

મુંબઈમાં તેમની માસીની દીકરી મધુ રહેતી હતી. મધુબેન પાનાચંદ કરતા 5 વર્ષ મોટા હતા. તેમના પતિ વિજયભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી મુંબઈમાં રહેતો હતો. વિજયભાઇના પિતાએ મહેનતથી ધંધો જમાવ્યો હતો અને, વિજયભાઈએ તે ધંધો આગળ વધાવ્યો હતો. વિશ્વાસુ ઘરના માણસોની જરૂર હતી એટલે, આ બંને ભાઈઓને ધંધામાં ઘણી મદદ કરી મોડાસામાં પણ તેનો વિસ્તાર કર્યો હતો. એટલે, તે જ્યારે પણ મુંબઈ આવતા ત્યારે ત્યાં જ રોકાતા. સુરેશ નું ધ્યાન પણ તે જ રાખતા હતા. સુરેશ મોટા બાપુ ફકીરચંદ શેઠનો 20 વર્ષનો એકનો એક દીકરો હતો. ભણવામાં હોંશિયાર હતો એટલે, એને મોડાસામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવી મધુબેનના કહેવાથી મુંબઇ લાવ્યા હતા.