મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 19

  • 1.8k
  • 1
  • 750

પ્રકરણ ૧૯ આલાપ આગળ બોલ્યો, "અને હા, મેં એને મારી નાંખવાની કોશિશ તો જરાય નહોતી કરી સર, હું તો એને કોઈપણ ભોગે મારી બનાવીને થોડો વખત બરોબર તડપાવવા માંગતો હતો. પણ એને બહાર જતી રોકવાની કોશિશમાં આવું બધું થઈ ગયું. પછી ગભરાટમાં કંઈ સૂઝયું નહિ અને હું ભાગી ગયો. પણ મેં ખરાં હૃદયથી ઈશ્વરને પ્રાર્થના કરી છે કે એને બચાવી લે. એ ખેલ કરતી હતી પણ મારો પ્રેમ તો સાચો હતો ને! મેં ગુસ્સામાં વિડિયોઝ ને મેસેજીસ ડિલિટ કર્યા હતાં પણ વિશ્વાસ કરો સર કે મેં એ કોઈ દિવસ બદનામ થાય એવું ચાહ્યું નથી." જૈનિશ આલાપની સામે એકીટશે જોયાં કરતો