સપનાનાં વાવેતર - 45

(47)
  • 4k
  • 1
  • 2.4k

સપનાનાં વાવેતર પ્રકરણ 45 (આ પ્રકરણ થોડુંક ગંભીર હોવાથી એકદમ શાંતિથી વાંચવું. ) રાત્રે ૮ વાગે અનિકેત જમતી વખતે પોતાની પત્ની કૃતિ અને સાળી શ્રુતિ સાથે ડાઇનિંગ ટેબલ ઉપર વાતો કરી રહ્યો હતો ત્યાં અચાનક કૃતિને ચક્કર આવી ગયા અને એ બાજુમાં બેઠેલા અનિકેત તરફ ઢળી પડી. અનિકેતે આ જોયું અને તરત એણે કૃતિને પકડી લીધી. અનિકેતે તરત ઊભા થઈને એને સીધી બેસાડવા માટે કોશિશ કરી પરંતુ એ સ્થિર બેસી શકતી ન હતી. "કૃતિ.. તને શું થાય છે ? " અનિકેત સહેજ ગભરાઈને બોલ્યો ત્યાં શ્રુતિ પણ ટેબલની સામેની ખુરશી ઉપરથી દોડતી આવી અને "દીદી... દીદી" કહીને કૃતિને પકડી લીધી.