ફરેબ - ભાગ 13

(14)
  • 2.7k
  • 1.7k

( પ્રકરણ : 13 ) પોતાની પત્ની કશીશના પ્રેમી નિશાંત પાસેથી નીકળેલો અભિનવ બેન્કમાં પહોંચ્યો. તેણે પોતાના લૉકરમાંથી હજાર-હજાર રૂપિયાની નોટોના એંસી બંડલો લીધા અને બેગમાં મૂકયા. તે રૂપિયા લઈને ઑફિસે પહોંચ્યો, તો સેક્રેટરી જેસ્મીને તેને કહ્યું : ‘સર ! કશીશમેડમ આવ્યાં છે, તમારી ઑફિસમાં બેઠાં છે.’ ‘હં !’ ને અભિનવે જેસ્મીનને સૂચના આપી : ‘હું કહું નહિ ત્યાં સુધી અમને ડીસ્ટર્બ કરશો નહિ.’ ‘ઑ. કે. સર !’ જેસ્મીને કહ્યું, એટલે અભિનવ ઑફિસનું બારણું ખોલીને અંદર દાખલ થયો. તેની ખુરશી પર કશીશ બેઠી હતી, તેની આંખો સહેજ ઝીણી થઈ. ‘મને અહીં આવેલી જોઈને ચોંકી ગયો ?’ કશીશે કહ્યું. ‘ના !’