ફરેબ - ભાગ 11

(16)
  • 2.9k
  • 1
  • 1.9k

( પ્રકરણ : 11 ) સબ ઈન્સ્પેકટર રાવત પોલીસ ચોકીમાં બેઠો હતો. થોડીક વાર પહેલાં જ તેના હાથમાં કશીશ પર હુમલો કરનાર મહોરાવાળા માણસની માહિતીની ફાઈલ આવી હતી. અત્યારે તે એ માહિતી પર ધ્યાનથી નજર ફેરવી રહ્યો હતો અને કશીશ સાથે બનેલી આખી ઘટનાની કડીઓ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ‘સાહેબ !’ અત્યારે તેના કાને હેડ કૉન્સ્ટેબલ નિગમનો અવાજ પડયો, એટલે તેણે ફાઈલમાંથી નજર ઊઠાવીને સામે જોયું. દરવાજા પાસે નિગમની બાજુમાં કશીશ ઊભી હતી. ‘આ તમને મળવા માંગે છે !’ નિગમે કહ્યું. ‘આવો !’ રાવતે કશીશના હાવભાવ વાંચતાં કહ્યું : ‘બેસો !’ કશીશ તેની સામેની ખુરશી પર બેઠી. નિગમ કશીશની